Jameen Adhikar Andolan – Gujarat (JAAG)

A-302, Sharan Residency-1, Near Lohana Chhatralaya, Vasna, Ahmedabad

Contact: Lalji Desai 9727589344 Sagar Rabari 9409307693

 

 

Date: 18th June 2013

 

PRESS NOTE

 

An organised, disciplined protest against the Mandal-Bechraji SIR

 

More than 10,000 men and women in 500 tractors, 50-60 motor cycles, 10 mini-trucks and 50 four-wheeled vehicles descend into Gandhinagar to express their anger

 

Government efforts to break the movement fail

 

The government projects on the one hand that the people are happy with the Mandal-Bechraji SIR announcement. On the other hand, the government and its representatives Ms. Anandiben Patel, Mr. Nitin Patel and Mr. Saurabh Patel, Mr. Bhupendrasinh Chudasma and the Secretary to the CM Mr. A.K. Sharma were compelled to invite representatives of the anti-SIR movement to the Circuit House in Gandhinagar on the morning of 17th June 2013. The government’s enthusiasm to meet with the representatives of the people shows that the movement is succeeding. However, the pronouncements of the government representatives signifying nothing have left the people disappointed.

 

The government also tried unsuccessfully to stall the people’s plan for a peaceful Tractor Rally to Gandhinagar on the 18th of June. Unprecedented police arrangements were made, since the night of 17th, on the entire rally route. The people were made to go from one office to another, one block to another to secure permission for the rally route. Despite all of this, the people assembled by 8 a.m. on 18th and the rally commenced from village Vithlapur at 8.30 a.m. There were 500 tractors, 50-60 motorcycles, 10 mini-trucks and 50 4-wheelers in the entire rally. On the entire rally route one could hear slogans like “Tell SIR, no Sir”, “Remove SIR, save agriculture”, “The village land belongs to the village, not to the government” and “We will give up our lives, not our land”. The government also tried to enforce a change in the rally route but seeing the turnout of the people and their anger, they let the rally pass on the pre-determined route.

 

Several state and national-level movements and organisations have lent their support and solidarity to this movement. Those in support include Gujarat Lok Samiti, Gujarat Sarvodaya Mandal, PUCL, Bhavnagar District Gram Bachao Samiti, National Alliance of People’s Movement (NAPM), Paryavaran Suraksha Samiti, AWAG, Gujarat Khet Vikas Parishad, Paryavaran Mitra, Paryavaran Santri, Bandhara Bachao Andolan – Mahuva, Kinara Bachao Andolan – Umargaon, Lok Andolan Gujarat, Jyoti Karmachari Mandal, Vadodara Kamdar Union, Documentation and Study Centre for Action, SUCI, Radical Socialist – Gujarat, Gram Vikas Trust – Dwarka, New Trade Union Initiative (NTUI), Lok Sangharsh Samiti, Gujarat Anumukti Andolan, apart from many individuals.

 

The Revenue Minister Ms. Anandiben Patel invited the representatives of 44 villages in the agitation to meet her this evening. At the time of writing this, the representatives were in talks with the Minister.

 

This project, being anti-farmers and unconstitutional, it poses an intellectual, organisational, legal and constitutional challenge to the GoG. The organisational strength has forced the government to concede, rather unwillingly, that this is an organisation and not a mob.

 

The rally finally converged in the Andolan Chhavni in Gandhinagar. The meeting was being managed by a well-known activist of Gujarat Mr. Raju Purohit, and was addressed by, among others, Dr. Kanubhai Kalsariya, former Finance Minister of Gujarat Mr. Sanat Mehta, Mr. Y. K. Alagh, Jayesh Patel of Olpad anti-SIR movement, Lalji Desai, Mr. Rajni Dave of Bhumiputra, and the letters of support and solidarity from noted Gandhians Shri Narayan Desai and Shri Chunibhai Vaidya were also read out.

 

This meeting has demonstrated its resolution and firmness to oppose such anti-people projects of the government. This rally is the first public statement of the movement, where people, in one voice, made their anger and protest clear. The meeting ended with people taking a pledge to not part with even an inch of their land. It is hoped that the government heeds the warning of the people else this movement will gather strength and become more widespread.

 

Jameen Adhikar Andolan – Gujarat

Village

Representative

Village

Representative

HansalpurAjmalbhai thakorVanpardiBharatbhai laxman bhai patel
SitapurKanubhai BharwadDalodDhanshyam bhai patel
zanzarwaMayankbhaiVinjhvadaManubhai/nattubhai
NayakpurNayanbhai patelVarmorPawra sahvdevbhai
VinchandPrabotbhai bhawanbhai patelDekawadaKadubha
JhanlisadaThakor ranchodjee kamajeeRatanpuraNattubha
DhadanaKathubaNana karanpuraNattubhai
ooghrojSaman sinhKanjhAmaratbhai
Vasna (kunnpur)Amarat bhaiRampuraKunwarsinh bhai
OogrojpuraSarpanch shriShihorHasmukhbhai ambalal patel
KunnpurPrahladbhai govindbhai patelNavyaniBhawojee thakor
AlampuraAshwinbhaiManawadaKadubhai thakor
SusiyaMerajee thakorGosandaPratapbhai thakor
ValevadaPrabhujee thakorChatrotJeevanbhai
VanodNarangbhai/ashokbhaiPanwaRashikhbhai
AerwadaGhanshyambhaiBunbwanaMotibhai
AeswadaSukhdevbhaiVandgamKaushik

 

For more information

Lalji Desai                                                                                                       Sagar Rabari

 

 

Stop Press:- Revenue Minister Anandiben Patel, accepted the memorandum of the representatives of the movement, but had nothing to say on behalf of Gujarat Government.


PRESS NOTE

 

તારીખ – ૧૮/૬/૨૦૧૩

 

  • આખા ગુજરાતને ઔધોગિક વસાહત  GIDC બનાવવા નીકળેલી સરકાર લોકોના આંદોલનને દબાવવાના તમામ નિષ્ફળ પ્રયાસો કરવા બે દિવસથી કામે લાગી છે.
  • માંડલ – બેચરાજી સર સામે લોકોનો વિરોધ નથી તેમ દર્શાવવા નિષ્ફળ પ્રયાસો ગુજરાત સરકાર કરી રહી છે.
  • સર નો વિરોધ કરતાં લોકો ટોળામાં નહીંપણ ૫૦૦ જેટલા ટ્રેક્ટરો, ૫૦-૬૦ મોટર સાઈકલો, ૧૦ મીનીટ્રક, અને આશરે ૫૦ ફોર વ્હીલ વાહનોમાં ૧૦૦૦૦ થી વધુ ખેડૂતો બહેનો-ભાઈઓ એક સંગઠન તરીકે ઉમટી પડ્યા હતા

 

 

એક તરફ લોકો માંડલ – બેચરાજીના ‘સર’થી ખુશ હોય અને તેમણે કોઈ વાંધો ના હોય તેવો ભ્રમ પેદા કરવાની કોશિશ અને બીજી તરફ લોકોના વાંધા અને આક્રોશને કારણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી પછીની હરોળના મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતિનભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રીના સચિવ એ.કે.શર્માએ ૪૪ ગામના કેટલાક વ્યક્તિઓ સાથે સામેથી ગામના લોકોને આમંત્રણ આપી ગાંધીનગર સર્કિટ હાઉસમાં મીટિંગ કરવાની તા. ૧૭/૮/૨૦૧૩ને સોમવારના રોજ ફરજ પડી હતી. લોકોને મળવાની સરકારમાં ઊભી થયેલી આ તાલાવેલી દર્શાવે છે કે લોકોનો વિરોધ, આક્રોશ અને જનઆંદોલન અસરકારક બની રહ્યા છે. ૨ કલાક ચાલેલી મિટિંગમાં ભાગ લીધેલ વ્યક્તિઓને સરકારની ગોળ-ગોળ વાતોથી નિરાશા થઈ હતી.

 

ગુજરાત સરકારે એક તરફ લોકો સાથે વાત કરવાનું નાટક અને બીજી તરફ લોકો દ્વારા લોકશાહી ઢબે પોતાનો વિરોધ દર્શાવવા તા. ૧૮/૬/૨૦૧૩ના રોજ આયોજીત ટ્રેક્ટર રેલી જે વિઠલાપુર, સચાણા, સાણંદ, થઈ સરખેજ, પ્રહલાદનગર, માણેકબગ, મીઠાખળી, આશ્રમ રોડ, ગાંધી આશ્રમ  થઈ  ગાંધીનગર ગઈ હતી તેને રોકવાના એનકેન પ્રકારે નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.

 

ગુજરાતને ઔધ્યોગિક વસાહત GIDC બનાવવા નીકળેલી ગુજરાત સરકારે ૨૦૦૯માં ‘The Special Investment Region (SIR) Act, 2009’ કાયદો પસાર કર્યો છે. આ કાયદો ભારતના બંધારણની વિરુદ્ધનો અને ઉદ્યોગો માટે ખેતીની જમીનો કોઈ પણ રીતે સંપાદિત કરી શકાય તે માટેનો કાયદો છે. આ કાયદો પોતે એ વાતનો સ્વીકાર કરે છે કે, ખેતી લાયક, ગૌચર અને અન્ય જમીનો કોઈ પણ રીતે ઉદ્યોગો માટે, “વિકાસ”ના નામે સંપાદિત કરી શકાય તે માટેનો કાયદો છે.

 

ગુજરાતમાં અંજાર, સાંથલપુર, વિરમગામ, માંડલ-બેચરાજી, ઓખા, નવલખી, ચાંગોદર, સિમર, ધોલેરા, હાલોલ-સાવલી, પીપાવાવ, દહેજ અને આલિયાબેટમાં ‘સર’વિસ્તાર જાહેર કરેલ છે.

માંડલ-બેચરાજી સર વિસ્તારમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, અને મહેસાણા જિલ્લાના કુલ ૪૪ ગામોની (A. અમદાવાદ જિલ્લો, મંડળ તાલુકો – ૧. હાંસલપૂર  (બેચરાજી)– ૮૬૩.૯૬૮૦ હેક્ટર, ૨. સીતાપુર – ૩૬૭૨.૭૨૬૭ હેક્ટર, ૩. ઝાંજરવા – ૮૧૪.૬૫૭૧ હેક્ટર, ૪. આનંદપુરા – ૨૮૯.૩૫૨૨ હેક્ટર, ૫. નાયકપુર – ૧૦૫૦.૭૭૧૯ હેક્ટર,વીંછણ – ૫૩૬.૬૨૭૦, ૭. જાલીસણા – ૧૬૯૯.૦૦૧૬ હેક્ટર, ડઢાણા – ૧૮૯૯.૬૯૯૫ હેક્ટર, ૯. વિઠલાપુર – ૨૨૪૧.૧૦૧૮ હેક્ટર, ૧૦. ઉંઘરોજ – ૧૪૨૪.૮૩૫૧ હેક્ટર,૧૧. વાસણા-કુણપુર – ૫૬૩.૯૨૨૫ હેક્ટર, ૧૨. ઉંઘરોજપુરા – ૬૩૭.૯૦૮૯ હેક્ટર, ૧૩. ઉકરડી – ૮૫૬.૬૮૩૫ હેક્ટર, ૧૪. કુણપુર – ૧૧૮૦.૬૬૧૭ હેક્ટર, ૧૫. વનપરડી– ૮૩૧.૭૦૪૫ હેક્ટર, ૧૬. દાલોદ – ૧૯૧૫.૪૩૮૪ હેક્ટર, ૧૭. વિંઝુવાડા – ૧૬૫૭.૦૯૬૭ હેક્ટર, ૧૮. વરમોર – ૨૧૯૯.૨૭૭૦ હેક્ટર, ૧૯. માનપુરા – ૫૪૦.૧૦૬૦ હેક્ટર, B. જિલ્લો અમદાવાદ, તાલુકો દેત્રોજ – ૨૦. દેકાવાડા – ૧૩૮૩.૭૦૯૧ હેક્ટર, ૨૧. ઉમેદપુરા – ૨૦૭.૮૨૭૫ હેક્ટર, ૨૨. સદાતપુરા – ૧૦૩૧.૨૪૭૮ હેક્ટર, ૨૩. રતનપુરા – ૧૧૯.૪૮૯ હેક્ટર, ૨૪. ભગાપુરા – ૧૨૪૩.૧૬૯૭ હેક્ટર, ૨૫. નાના કરણપુરા – ૧૯૪.૨૦૯૭ હેક્ટર, ૨૬. મોટા કરણપુરા – ૧૩૨.૦૬૯૭ હેક્ટર, ૨૭. કાંઝ –૧૬૨૩.૬૩૮૭ હેક્ટર, ૨૮. છનીયાર – ૧૨૭૯.૪૮૧૯ હેક્ટર, ૨૯. રામપુરા – ૮૪૫.૭૩૦૬ હેક્ટર, ૩૦. ઘટીસણા – ૩૮૧.૨૫૬૬ હેક્ટર, ૩૧. સિહોર – ૯૫૩.૯૧૦૨ હેક્ટર,C. જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો – દસાડા-પાટડી – ૩૨. નાવીયાણી – ૧૫૦૭.૮૧૫૦ હેક્ટર, ૩૩. માનાવાડા – ૫૮૬.૯૦૮૨ હેક્ટર, ૩૪. ગોસાણા – ૬૩૭.૬૮૬૩ હેક્ટર,૩૫. સુસિયા – ૧૭૬૫.૫૭૦૬ હેક્ટર, ૩૬. વાલેવડા – ૧૧૨૩.૦૩૮૨ હેક્ટર, ૩૭. વણોદ – ૩૯૨૫.૫૪૯૭ હેક્ટર, ૩૮. આલમપુરા – ૭૩૪.૦૫૨૫ હેક્ટર, ૩૯. એરવાડા –૫૬૦.૦૪૭૦ હેક્ટર, ૪૦. એછવાડા – ૧૧૯૬.૪૫૮૬ હેક્ટર, ૪૧. છત્રોટ – ૭૬૧.૧૪૬૪ હેક્ટર, ૪૨. પાનવા – ૨૨૦૪.૦૬૯૮ હેક્ટર, ૪૩. બબૂવાણા – ૧૦૮૭.૪૩૫૮ હેક્ટર,D. જિલ્લો મહેસાણા, તાલુકો બેચરાજી – ૪૪. ચાંદણકી – ૫૨૪.૨૧૭૬ હેક્ટર – આ ગામોના તમામ સર્વે નંબર ની કુલ જમીન – ૫૦૮૮૪.૮૩૬૨ હેક્ટર)[1]  ૫૦,૮૮૪ હેક્ટર જમીન ઉદ્યોગો માટે આંચકી લેવા ગુજરાત સરકાર કામે લાગી છે. આ વિસ્તારની ફરતે ૩ કી.મી.ના ‘બફર ઝોન’ વિસ્તારને ઉમેરીએ તો ગામોની સંખ્યા લગભગ ૭૦ સુધી પહોંચે અને ૭૦,૦૦૦ હેક્ટર કરતાં વધારે જમીન અસરગ્રસ્ત થશે. આ સરમાં આટોમોબાઇલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, આઇ.ટી. ઝોન, રીક્રિએશન ઝોન વગેરે નું આયોજન છે.

 

તા. ૧૭/૬/૨૦૧૩ સોમવાર રાતથી રેલીના આખા રૂટપર જાણે મુખ્યમંત્રી નીકળવાના હોય અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય તેમ પોલીસ ખડકી દેવામાં આવી છે. પોલીસ પરમીશન માટે પણ કાર્યકર્તાઓને એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં અને એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રયાસો છતાં ગામના લોકો મક્કમપણે સવારે ૬ વાગ્યાથી ૫૦૦ જેટલા ટ્રેક્ટરો, ૫૦-૬૦ મોટર સાઈકલો, ૧૦ મીનીટ્રક, અને આશરે ૫૦ ફોર વ્હીલ વાહનોમાં ૮૦૦૦ થી વધુ ખેડૂતો બહેનો-ભાઈઓ ઉમટી પડ્યા હતા. રેલી સવારે ૮-૩૦ ના વિઠલાપુરથી રવાના થઈ હતી. રેલી નો આખો રસ્તો  – ‘સર’ને કહો ‘નો સર’ , માંડલ – બેચરાજી સર હટાઓ ખેતી બચાવો, ગામની જમીન ગામની સરકારની નહીં, જાન દેગે, જમીન નહીં ના પોકારો સાથે ગુંજી ઉઠ્યો હતો.

 

જમીન અધિકાર આંદોલન ગુજરાતનાં ટેકામાં રાજ્ય અને દેશના જનસંગઠનો – ગુજરાત લોક સમિતિ, ગુજરાત સર્વોદય મંડળ, PUCL, ભાવનગર જિલ્લા ગ્રામ બચાવ સમિતિ, નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેંટ (NAPM), પર્યાવરણ સુરક્ષા સમિતિ, અવાજ, ખેત વિકાસ પરિષદ, પર્યાવરણ મિત્ર, પર્યાવરણ સંત્રી, બંધારા બચાવ આંદોલન – મહુવા, કિનારા બચાવ આંદોલન – ઉમરગામ, લોક આંદોલન ગુજરાત, જ્યોતિ કર્મચારી મંડળ, વડોદરા કામદાર યુનિયન, ડોક્યુમેંટેશન એન્ડ સ્ટડિ સેંટર ફોર એક્શન, SUCI, રેડિકલ સોશિયાલિસ્ટ – ગુજરાત, ગ્રામ વિકાસ ટ્રસ્ટ – દ્વારકા, NTUI, લોક સંઘર્ષ સમિતિ, ગુજરાત અણુમુક્તિ આંદોલનના અને અન્ય અનેક કાર્યકરો પણ આંદોલનના ટેકામાં જોડાયા હતા.

 

તા. ૧૭/૬/૨૦૧૩ સોમવાર ના રોજ લોકોના પ્રશ્નો સાંભળવાનું નાટક કરનાર મંત્રીઓએ આજ રોજ રેલી સ્વરૂપે અગાઉથી જણાવીને માંડલ-બેચરાજી સર વિસ્તારના ૪૪ ગામના ૧૦,૦૦૦ લોકોના પ્રતિનિધિ મંડળને આનંદીબેને મળવા બોલાવ્યા હતા. આ પ્રેસ નોટ લખતા સમયે મંત્રીશ્રી પ્રતિનિધિ મંડળ સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

 

આ આખો પ્રોજેકટ ખેતી વિરોધી, ભારતના બંધારણનો છેદ ઉડાડનારું હોવાથી તેની સામે વૈચારિક, સંગઠનાત્મક, કાયદાકીય, બંધારણીય સંઘર્ષનો સામનો કરવા ગુજરાત સરકારને પડકાર છે.

 

સરકારની ઈચ્છા અમદાવાદ ખાતેની સાણંદ ચોકડી થી ખેડૂત રેલી નો રૂટ બદલવાની હતી, પરંતુ સરકારને ખેડૂત સંગઠન અને તેની સંગઠન શક્તિનો ખ્યાલ આવતા રેલીનો રૂટ બદલવાનું માંડવાળ કરવું પડ્યું હતું.

 

 

 

રેલી તેના જાહેર કરેલ રૂટ પ્રમાણેજ શાંતિ અને શિસ્તપૂર્વક આગળ ધપી હતી.

 

આ રેલી તેના સૂત્રો અને સંગઠનાત્મક શક્તિનો પરચો બતાવતી હોવાથી, ગુજરાત સરકારે કમને એક વાતનો સ્વીકાર કરવો પડ્યો હતો કે, “ આ લોકોનું ટોળું નથી, પણ લોકોનું સંગઠન છે”.

 

રેલી અંતે ગાંધીનગર સેક્ટર ૬ ખાતે ઉપવાસી છાવણીના મેદાન માં સભામાં પરિવર્તિત થઈ હતી. લોકોએ આ સભાને, ‘જાન દેગે જમીન નહીં’, જેવા નારા થી ગાજવી મૂકી હતી. આ સભાનું સંચાલન ગુજરાતનાં જાણીતા કર્મશીલ, રાજુભાઈ પુરોહિતએ કર્યું હતું. આ સભાને માંડલ-બેચરાજી સર થી અસરગ્રસ્ત ૪૪ ગામના પ્રતિનિધિઓએ તથા નિરમા આંદોલનના ડો. કનુભાઈ કલસરિયા, ગુજરાતનાં માજી નાણાંમંત્રી સનતભાઈ મેહતા, વાય.કે. અલગ, ઓલપાડ સર સામેના આંદોલનના જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઇ, ભૂમિપુત્રના સંપાદક રજનીભાઇ દવે, અને જાણીતા ગાંધીવાદી વિચારક નારાયણભાઈ દેસાઈ અને સર્વોદય અગ્રણી ચુનીભાઈ વૈદ્ય નો લેખિત શુભેચ્છા સંદેશ વાંચવામાં આવ્યો હતો.

 

આ સભાએ સરકારને પોતાનો સ્પષ્ટ, મક્કમ, વિગતો, મુદાઓ અને નીતિ વિષયક વાંધાઓ સાથેનો પોતાનો વિરોધ રજૂ કર્યો હતો. આ મુદ્દે જાહેરમાં તથ્યો અને વિગતો સાથે સમાજ અને પત્રકારોની હાજરીમાં ચર્ચા કરવા આવાહન આપેલ. આ રેલી અને દેખાવ આંદોલનની શરૂવાત નું પ્રથમ પગલું હતું. લોકોએ એકી અવાજે પોતાની એક ઇંચ પણ જમીન નહીં આપવાનો જાહેર સંકલ્પ કર્યો હતો.

 

છેલ્લે “અભિ તો યે અંગડાઇ હૈ આગે ઔર લડાઈ હૈ” ના મક્કમ નિર્ધાર સાથે સભા પૂરી થઈ હતી. સરકાર સાનમાં વિગતો સાથેની રાજુવત અને વિકાસની સાચી દિશા સમજે તો સારું, નહીં તો આ આંદોલન વધુ ઉગ્ર અને વ્યાપક બનશે.

 

જમીન અધિકાર આંદોલન ગુજરાત


[1] Gujarat Government Gazette – Ex.6-10-2012, [PART-IX]- notification under The Gujarat Special Investment Region Act, 2009, dated-24 September, 2012