Mithi Virdi image 9-3-2014 small

Yesterday on 9 March 2014, Sunday at 5.00 pm. the Sarpanchs (Village Panchayat Head) Mr. Shaktisinh Gohil – Jasapara, Ms. Samuben Dabhi – Mithivirdi, Ms. Vilasba Gohil  Mandva, Mr. Pruthvirajsinh Gohil – Khadarpar, Mr. Dayalbhai  Jambucha – Paniyali and the members of these Gram Panchayats passed an unanimous resolution announcing Mithivirdi – Jasapara area as ‘Nuclear Free Zone’.

This is the area where the Manmohan – Modi governments have planned in tandem, to set up 6000 mw nuclear power plant spread over 777 hectares of prime agricultural land, against which the local villagers have led a consistent, vocal protest.

The copy of the resolution will be sent to President, Prime Minister, Gujarat Chief Minister and Secretary General, United Nations.

Orchards of mangoes, chikoos, coconut trees, lush greenery, sea and ships passing by, describe aptly the Mithivirdi – Jasapara area in the Talaja block of Bhavnagar district. This lush green area is the irrigated region of Shetrunji dam. In the times when `Special Investment Region’ has become the most lobbied term in the state of Gujarat, then this region too should be announced as SAR (Special Agriculture Region) for agricultural purpose. Situated on the Saurashtra sea coast, one would assum that the land is barren and un-inhabited, but a visit here belies all these assumptions. It is perhaps from this mistaken presumption that the proposal for a 6000 MW nuclear power plant spread over 777 hectares on this green lush land must have taken place.

Presently on this 777 hectare of land spread in Jasapara, Mithivirdi, Khadarpar, Mandva stand 50,000 fruit trees. Also, bajra, cotton, groundnut, onions and other crops are sown year round due to irrigation facilities. This area is therefore aptly called Bhavnagar‘s vegetable basket.

A reason, why local villagers who stand to loose not only their land and livelihood but also a potential environmental risk if the nuclear power plant were to come up as the government proposes, are protesting and are resolute in their desire to keep the neighbourhood nuclear power free.

Salient points

  1. The production of nuclear weapons or of nuclear power shall not be allowed in the City/Village/Municipality. No facility, equipment, components, supplies or substance used for the production of nuclear weapons or nuclear power shall be allowed in the City/Village/Municipality.
  2. No person, corporation, university, laboratory, institution or other entity in the City/Village/Municipality knowingly and intentionally engaged in the production of nuclear weapons or with respect to nuclear electricity generation shall commence any such work within the City/Village/Municipality after adoption of this chapter.
  3. Nothing in this chapter shall be construed to prohibit or regulate the research and application of nuclear medicine or the use of fissionable materials for smoke detectors, light-emitting watches and clocks and other applications where the purpose is unrelated to the production of nuclear weapons or nuclear power. Nothing in this chapter shall be interpreted to infringe upon the rights guaranteed by the Indian Constitution.
  4. We are opposed to all aspects and parts of the so-called “nuclear fuel cycle” and expressly forbids the production of nuclear energy, the presence of any equipment and materials related to the carrying out of any part of the fuel cycle and opposes any storage of nuclear waste.

ગઇ કાલે જસપરા, મીઠી વિરડી, માંડવા, ખદરપરના સરપંચો તથા  ગ્રામજનો માઠી વિરડી ખાતે ભેગા થયા અને પોતાના વિસ્તારને ‘ન્યૂક્લિયર મુક્ત વિસ્તાર જાહેર કરતો ઠરાવ કર્યો.

મીઠી વિરડી – જશપરા વિસ્તાર – જ્યાં મનમોહન – મોદીની સરકારોએ ૬૦૦૦ મેગાવોટનું અણુ વિજમથક વૃક્ષો અને વાડીઓથી શુસોભિત ૭૭૭ હેક્ટર જમીનમાં સ્થાપવાનું આયોજન કર્યું છે અને આ વિસ્તારના લોકો તેની સામે સતત સંઘર્ષ કરી રહ્યા છે તે વિસ્તારમાં આજ રોજ તા. ૯-૩-૨૦૧૪, રવિવારના રોજ સાંજે ૫.૦૦ વાગે સરપંચ શ્રી શક્તિસિંહ ગોહિલ – જસપરા, સરપંચ સુશ્રી સમુબેન ડાભી – મીઠી વિરડી, સરપંચ સુશ્રી વિલાસબા ગોહિલ – માંડવા,સરપંચ શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ – ખદરપરસરપંચ શ્રી દયાળભાઈ જાંબુચા  પાણીયાળી તથા ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મીઠી વિરડી ખાતે ભેગા થયા હતા અને પોતાના વિસ્તારને ‘ન્યૂક્લિયર મુક્ત વિસ્તાર જાહેર કરતો ઠરાવ કર્યો. આ ઠરાવની નકલ ભારતના રાષ્ટ્રપતિ,વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી અને  યુનાઇટેડ નેશન – સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહામંત્રીશ્રીને મોકલવામાં આવશે.

જો વિસ્તારમાં આપ પ્રવેશો અને તમને વિસ્તારમાં આંબા, ચીકુ, નાળીયેરીની વાડીઓ દેખાય, આસપાસ હરીયાળી દેખાય, દરિયો દેખાય અને સ્ટીમરો પણ દેખાય તો માનવુ કે આ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મીઠી વીરડી- જસપરાના વિસ્તારમાં આપ પ્રવેશ્યા છો. આ લીલોછમ વિસ્તાર શેત્રુંજી ડેમના પિયતવાળો છે. ગુજરાત રાજયમાં કહેવાતા  Special Investment Region’નું વાવાઝોડું આવ્યું છે ત્યારે આ વિસ્તારને ખેતી માટેનો ‘Special Agriculture Region’ તરીકે વિકસિત કરવાનું મન થાય તેવો વિસ્તાર છે. આ વિસ્તાર સૌરાષ્ટ્રનો તેમજ દરીયા કાંઠાનો વિસ્તાર હોવાથી સામાન્ય સમજ મુજબ એવો ભાસ થાય કે આ જમીન બંજર અને માનવવિહોણી હશે તેથી જ આ વિસ્તારની મુલાકાત લેવી અત્યંત જરૂરી છે. કદાચ આવા ભાસથી જ આ વિસ્તારમાં ૬૦૦૦ મેગાવોટનું અણુ વિજમથક ૭૭૭ હેક્ટર જમીનમાં સ્થાપવાનું વિચારાધીન છે.

આજે જસપરા, મીઠી વીરડી, ખદરપર, માંડવા, ગામની ૭૭૭ હેક્ટર જમીન ઉપર આશરે ૫૦,૦૦૦ ફળ ઝાડ ઊભા છે. સાથેજ બાજરો, કપાસ, મગફળી, ડુંગળી અને વિવિધ પ્રકારના અનાજ-શાકનું વાવેતર પિયતની સુવિધાને કારણે બારેમાસ થાય છે. આ વિસ્તાર ભાવનગર શહેરનો શાકનો ટોપલો (Vegetable Basket) છે.

આવા વિસ્તારમાં વિચારાધીન અણુ મથકનો વિરોધ અને કૃષિ સંસ્કૃતિને જીવંત રાખવા સાથે જ વિશ્વમાં અણુ શસ્ત્રો અને અણુ વીજળીના દુષ્પરિણામો વિષે જાગૃતિ વધે તે હેતુથી તા. ૧૧-૩-૨૦૧૪ના રોજ જાપાનના ફૂકુશીમાં અણુવીજ મથકોના અકસ્માતને જ્યારે 3 વર્ષ થવા આવ્યા છે ત્યારે જસપરા, મીઠી વિરડી, માંડવા, ખદરપર, પાણીયાળીના સરપંચો, પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ પોતાના ગામ અને વિસ્તારને અણુશસ્ત્રો અને અણુવીજળી મુક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું.

આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અણુઊર્જા સામે જુંબેશ ચલાવતા જૂથો દ્વારા માન્ય એવા અણુ ઊર્જા (અણુશસ્ત્રો અને અણુવીજળી) મુક્ત વિસ્તાર માટેનો મુસદ્દાને ગ્રામજનો અને ગ્રામસભા દ્વારા પસાર કરી માન્યતા આપવામાં આવશે.

પ્રસ્તાવના મુખ્ય મુદ્દાઓ

  1. અમારા વિસ્તારને અમે અણુશસ્ત્રો અથવા અણુવીજળીના ઉત્પાદન તથા અણુ ઉધોગ માટે ઉપયોગમાં આવનાર સાધન સરંજામ ઉધોગ માટે ઉપયોગ નહીં થવા દઈએ.
  2. અણુઊર્જા ઉધોગ માટે તેના જીવન ચક્ર  યુરેનીયમનું ખનન, પ્રોસેસિંગ, અણુ ઈંધણનું ઉત્પાદન, વીજ ઉત્પાદન અને તેના દ્વારા ઉત્પન્ન થતાં કચરા આમ આખી પ્રક્રિયાના કોઈ પણ ઉપયોગ હેતુ ઉધોગ અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ.
  3. અણુશસ્ત્રો અને અણુવીજળી એક બીજાના પૂરક છે અને અંતે તે માનવજાતિ માટે કાયમી જોખમ ઊભું કરે છે. તેથી તેનો અમારે વિરોધ છે.
  4. અણુશસ્ત્રો હોવાથી વધારે સુરક્ષીત થવાય છે તે માન્યતા ભ્રમ માત્ર છે. અને તેથી ઊલટ અણુશસ્ત્રો / અણુવીજળી નો કોઈ પણ ગંભીર અકસ્માત પૃથ્વીનો વિનાશ કરી શકે છે.
  5. આજે પૃથ્વી ઉપર અનેક દેશો પાસે જે અણુશસ્ત્રો છે તે પૃથ્વીને અનેક વખત ખલાસ કરી શકે તેમ છે.
  6. ફૂકુશીમાં અણુ દુર્ઘટનાને તા: 11 માર્ચ ના રોજ ત્રણ વર્ષ પૂરા થવા  છતાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.
  7. અમે અણુ ટેક્નોલોજીનો દવાઓ, સ્મોક ડિટેક્ટર વગેરે જે અણુશસ્ત્રો અને અણુવીજળી સાથે સંલગ્ન નથી તેવા ઉપયોગનો વિરોધ કરતા નથી.
  8. અમે અમારા ગામને અણુમુક્ત વિસ્તાર રાખવા માટે એક સમિતિની રચના કરીશું. આ સમિતિ અન્ય નિષ્ણાંતોની મદદ લઈને આ વિષયે જાગૃતિનું કામ કરશે. અને સ્થાનિક પ્રશાસનને તે બાબતે સલાહ આપશે.

સરપંચ શ્રી શક્તિસિંહ ગોહિલ  જસપરા      સરપંચ સુશ્રી સમુબેન ડાભી – મીઠી વિરડી

સરપંચ સુશ્રી વિલાસબા ગોહિલ  માંડવા,    સરપંચ શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ  ખદરપર

સરપંચ શ્રી દયાળભાઈ જાંબુચા  પાણીયાળી

કૃષ્ણકાંત                       ભરતભાઇ જાંબુચા             રોહિત પ્રજાપતિ

કાંતિભાઈ મિસ્ત્રી                અમરિશ બ્રહ્મભટ

પર્યાવરણ સુરક્ષા સમિતિ

Enhanced by Zemanta